Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
ગાંધીનગર: હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે.
દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 10 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 8 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. જો કે, હજુ પણ એક વ્યક્તિ લાપતા છે. ગુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામા આવ્યું હતું.
વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા, જેની જાણ થતાં જ તાત્કાલિક દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલમાં આઠ લોકોની લાશ મળી આવી છે જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.