Gandhinagar News: ગાંધીનગરના કોબા નજીક દુર્ઘટના, કન્સ્ટ્રક્શન સાઈટ પર દીવાલ ધસી જતા એકનું મોત
ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી થતાં એક મજૂરનું મોત થયું. ઘટના બની કોબા વિસ્તારમાં. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે સમયે દીવાલ તૂટી પડી. તેની નીચે ત્રણ લોકો દટાયા..તે પૈકી એક શ્રમિકનું થયું મોત..
ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે ભેખડ ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મજૂર દટાઈ ગયા હતા, જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 30 વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું.. તો અન્ય બે શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.. અને તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. શ્રમિકની ઉંમર 21 વર્ષની હોવાનું અનુમાન છે.સાથે મૃતક શ્રમિક ઉત્તરપ્રદેશ અથવા મધ્યપ્રદેશના હોવાનું પોલીસનું અનુમાન છે.ઇજાગ્રસ્ત બંને શ્રમિકોની સારવાર ચાલુ હોવાથી બંને શ્રમિકો સ્વસ્થ થયા બાદ પોલીસ દ્વારા મૃતક શ્રમિકની ઓળખ અંગે પૂછપરછ કરવામાં આવશે





















