ટેક્સટાઇલ મુદ્દે કોંગ્રેસના દેખાવઃ એક જ ધારાસભ્ય આવ્યા, બાકીના ગાયબ, જુઓ વીડિયો
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ. અમદાવાદની બંધ ટેક્સટાઈલ મિલો અંગે દેખાવ. ખેડાવાલા એપ્રન પોસ્ટર્સ સાથે વિધાનસભા પહોંચ્યા. અમદાવાદમાં 6 મહિનામાં ત્રણ હજાર ટેક્સટાઈલ યુનિટો બંધ થયા હોવાનો દાવો. ટેક્સટાઈલ ફેકટરીઓ બંધ થવા અંગે ઇમરાન ખેડાવાલાનું નિવેદન. અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. બંધ મિલના કામદારો ડ્રગ્સ અને નશાના રવાડે ચડી ગયા છે.





















