Bhupendra Patel Order : લોકોને પીવાનું પાણી રોજ મળવું જ જોઇએ, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Bhupendra Patel Order : લોકોને પીવાનું પાણી રોજ મળવું જ જોઇએ, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
સમગ્ર રાજ્યમાં સર્વે કરવા મુખ્યમંત્રીનો કેબિનેટમાં આદેશ. મુખ્યમંત્રીએ કરેલા આદેશ અંગે abp અસ્મિતા પર સૌથી મોટા સમાચાર. રાજ્યના દરેક ઘરે પીવાનું પાણી દરરોજ પહોંચાડવા મુખ્યમંત્રીનો આદેશ. લોકોને પીવાનું પાણી રોજ મળવું જોઈએ . કેટલાય વિસ્તારમાં પીવાનું પાણી 2 દિવસે કે 4 દિવસે મળતું હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. ક્યાં કારણોસર લોકોને ઘરે રોજ પીવાનું પાણી મળતું નથી તે અંગે સર્વે કરાવવા મુખ્યમંત્રીનો આદેશ . પાઇપલાઇન, સંપ, મોટર કે અન્ય જે ખૂટતું હોય તેનો રિપોર્ટ બનાવવા આદેશ . રીપોર્ટની સાથે લોકોને રોજ પાણી આપવા શું કરવું તેનું આયોજન કરવા પણ આદેશ. કોઈપણ ઋતુ હોય લોકોને દરરોજ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીનો આદેશ.





















