Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
ગણેશ વિસર્જનમાં ડૂબવાથી વધુ 8 લોકોના મોત થયા છે. આ ઘટના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે બની છે.મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી 10 લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે. અન્ય બે યુવકોની શોધખોળ ચાલી રહી છે.
આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે 1 યુવકને બચાવવા અન્ય યુવકો પડ્યા હતા. 8 મૃતકમાંથી 7 લોકો વાસણા સોગઢી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય 1 કપડવંજ તાલુકાના વાધાવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જોકે આખા ગામમાં આ ઘટનાને લઈને માતમ પ્રસરી ગયું હતું કેમ કે 10 જેટલાં લોકો દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 2થી વધુ લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ ટુકડી સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.