Banas Dairy Election: બનાસ ડેરીની ચૂંટણી પહેલા 16 માંથી 6 બેઠક બિનહરીફ, જાણો કોણ કોણ જીત્યું?
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.. ત્યારે 16 ડિરેક્ટરોની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેમાં 16 પૈકી 7 બેઠકો ચૂંટણી પહેલા જ બિન હરીફ થઈ છે
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો. કુલ 16 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ. બાકીની 10 બેઠક પર ત્રણ અથવા પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.10 ઓક્ટોબરે યોજાનારી 16 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. રાધનપુરથી શંકર ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત 6 ઉમેદવાર બિનહરીફ થયા,જ્યારે બાકીની 10 બેઠક માટે ક્યાંક ત્રણ-ત્રણ તો ક્યાંક પાંચ-પાંચ ઉમેદવાર મેદાને છે, જોકે હજી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર છે, 29 સપ્ટેમ્બરે કેટલા ફોર્મ પરત ખેંચાય છે ત્યારબાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે..



















