Gujarat Rain | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કુકરમુંડામાં 3 ઇંચ વરસાદ
Gujarat Rain | બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું છે. આજે પૂનમના દિવસે અંબાજીમા વરસાદની શરૂઆત થઈ છે. દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. વરસાદી સિઝનના પ્રથમ વરસાદથી લોકો ખુશખુશાલ થયા છે. અંબાજી અને આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો છે. અંબાજીમા વરસાદથી રોડ રસ્તાઓ ભીંજાયા છે.
બનાસકાંઠા જિલ્લાનામાં બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સમગ્ર તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.