Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
દેશમાં સાઈબર ફ્રોડના કેસમાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે.. તેમાં પણ મહિલાઓ વધુને વધુ સાયબર ફ્રોડનો શિકાર બની રહી છે. લોકસભામાં સરકારે જણાવ્યું 2024માં સાયબર ફ્રોડને કારણે દેશના નાગરિકોને 22,845.73 કરોડનું નુકસાન થયું છે. 2023ની સરખામણીએ આ દર 206 ટકા વધુ છે. 2024માં સાયબર ફ્રોડના કુલ 36.37 લાખ કેસ સામે આવ્યા.. 2023માં 24.42 લાખ કેસ નોંધાયા હતા. સાયબર ન્યૂઝના અહેવાલ મુજબ ડાર્ક વેબ પર ઈન્ટરનેટ યુઝર્સના 16 અબજ જેટલા લોગિન પાસવર્ડ મળી આવ્યા છે. છેલ્લા કેટલાંય વર્ષોથી વિવિધ પ્લેટફોર્મ પરથી ડેટા લીક થઈ રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં સાયબર ગઠિયાઓએ મહિલાને વ્હોટ્સપમાં ઈ મેમો મોકલ્યો હતો. મહિલાએ જેવો તેને ડાઉનલોડ કર્યો તેનો ફોન હેક થઈ ગયો અને તેના એકાઉન્ટમાંથી 7.23 લાખ ખંખેરી લીધા.



















