Morbi Video Viral: મોરબીમાં જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી તમાશો, વીડિયો વાયરલ
Morbi Video Viral: મોરબીમાં જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી તમાશો, વીડિયો વાયરલ
મોરબીમાં પોલીસનો નથી રહ્યો ખૌફ. આ દ્રશ્યો આપી રહ્યા છે તેનો પુરાવો. જુઓ જ્યાં બર્થ-ડે ઉજવણીનો તમાશો થઈ રહ્યો છે ત્યાંથી માત્ર અડધા કિમીના અંતરે જ આવ્યું છે સિટી એ ડિવીઝન પોલીસ મથક. જેલ રોડ પર રસ્તાની વચ્ચોવચ્ચ સ્કૂટર રાખીને જાહેરમાં કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ. ન માત્ર લોકોને અડચણરૂપ થાય તેમ ઉજવણી કરી બલકે જન્મદિવસની ઉજવણીની રીલ્સો પણ બનાવી.. આટલું જ નહીં આ ઉજવણી સાથે પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની પણ પોલ ખૂલી. હાલ તો જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશનનો આ વીડિયો સોશલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ.. વાયરલ વીડિયો બાદ હવે પોલીસ એકશનમાં આવી અને તપાસ શરૂ કરી.



















