Gujarat Congress: ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નિયમ વિરૂદ્ધ પ્રમાણપત્ર માગવામાં આવતા હોવાનો કૉંગ્રેસનો આરોપ
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નિયમ વિરૂદ્ધ પ્રમાણપત્ર માગવામાં આવતા હોવાનો કૉંગ્રેસનો આરોપ. પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આરોપ લગાવ્યા કે સરપંચ અને ગ્રામ પંચાયતના ઉમેદવારો પાસેથી અલગ અલગ દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે.. નવ જુન ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.. તેવા સમયમાં ચૂંટણી પંચ ઉમેદવારો પાસે આવકના દાખલા, ધોરણ પાંચથી દસ સુધીની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માગવામાં આવી રહ્યું છે. ફોર્મ ભર્યા બાદ અલગ અલગ ચૂંટણી નોડલ અધિકારીઓ પ્રમાણપત્રમાં પોલીસ વેરિફિકેશન માગવામાં આવી રહ્યા છે.. હકિકતમાં હાઈકોર્ટના નિયમ મુજબ આવા કોઈ પૂરાવા ચૂંટણીઓમાં આવશ્યક નથી.. માત્ર સ્વ પ્રમાણપત્ર ઉપરથી ફોર્મ ચકાસણી કરવાના બદલે ચૂંટણીપંચ મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ કરાવાના પ્રયાસ કરતી હોવાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો..



















