Ambalal Patel: આ તારીખ પછી આંધી-વંટોળ આવશે! ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલે આપી વંટોળની ચેતવણી
હજુ બે દિવસ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી...બે દિવસ તાપમાનનો પારો 42થી 46 વચ્ચે રહેવાનું અનુમાન..મધ્ય ગુજરાતમાં 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા ...તો ઉત્તર ગુજરાતમાં 45થી 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા..
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળશે. 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાત માં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.
26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદ માં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરનાં ચક્રવાત ની અસર પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતનાં ભાગોમાં જોવા મળશે. 14 થી 28 જૂન વચ્ચે નીરનીરાંતર ચોમાસુ ગુજરાતમાં આવવાની શક્યતા છે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે.