Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
સિદ્ધપુરમાં નકલી ચલણી નોટોના કારોબારનો પર્દાફાશ. ક્રાઈમબ્રાન્ચની ટીમે અલમોમીન પાર્કમાં રેડ કરી મોહમ્મદ યાસીન સૈયદ નામના આરોપીને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો. રેડ દરમિયાન આરોપીના ઘરેથી 500ના દરની 961, 100ના દરની 981 અને 20ના દરની ત્રણ નકલી નોટ સાથે કૂલ પાંચ લાખ 78 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.. આરોપીના ઘરેથી ક્રાઈમબ્રાન્ચની ટીમે નકલી નોટ બનાવવા ઉપયોગમાં લીધેલ કલર પ્રિન્ટર, પેપર કટર, શંકાસ્પદ પાઉડરનો જથ્થો પણ જપ્ત કર્યો. પ્રાથમિક તપાસમાં આરોપી મોહમ્મદ યાસીન સૈયદ મિત્ર મુસ્તકીમ મલેક સાથે મળીને નકલી નોટો બજારમાં ફરતી કરતો હતો. થોડા દિવસ અગાઉ કાર્તિકેય મેળામાં કેટલાક વેપારીઓ પાસે નકલી નોટો આવી રહી હોવાની વેપારીઓએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે નકલી ચલણી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો..





















