Junagadh Water Logging: જૂનાગઢના ઘેડ પંથકમાં જળપ્રલય, abp અસ્મિતાનું રિયાલિટી ચેક
જૂનાગઢ જિલ્લાના બગસરા ગામમાં પણ આકાશી આફતે સર્જી તારાજી.. વરસેલા ધોધમાર વરસાદથી બગસરા ગામ આખુ બેટમાં ફેરવાય ગયું છે.. ગામમાં આવેલા 400થી વધુ ઘરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવી લીધુ છે.. ગામમાં પાણી ભરાતા છેલ્લા 48 કલાકથી ગ્રામજનો વરસાદી પાણીમાં જ રાત દિવસ વિતાવવા મજબુર બન્યા છે.. એટલુ જ નહીં.. ગામની આસપાસ પણ જળકર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાતા ઘોડાદર, સર્મા, સામરડા, અને મેખડી ગામો સંપર્ક વિહોણા બન્યા છે..
હવે આ દ્રશ્યો જુઓ.. ચારેય તરફ જળબંબાકારના આ ડરામણા દ્રશ્યો કેશોદના ઘેડ પંથકમાં આવેલ મુળિયાસા ગામના છે.. વરસાદી પાણીએ ચારેય તરફથી ગામને બાનમાં લઈ લીધુ છે.. રસ્તા પર કમરસમા પાણી ભરાયા છે.. એટલુ જ નહીં.. છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે.. વરસાદી પાણી વચ્ચે વીજળી વગર ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે મુળિયાસા પહોંચી તો ગ્રામજનોએ પીજીવીસીએલની સામે રોષ ઠાલવતા જોવા મળ્યા. .
કેશોદ અને માંગરોળ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. ત્યારે ધારાસભ્ય દેવાભાઈ માલમે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેતરોમાં થયેલા ધોવાણ,નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને વળતર ચુકવવાની માગ કરી છે..
















