Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
લોક સાહિત્યકાર દેવાયત ખાવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા. દેવાયત ખવડ અને તેના સાગરિતો સાથે મળી ગીર સોમનાથના ચિત્રાવડ ગામ નજીક એક યુવક પર હુમલો કર્યાનો લાગ્યો છે આરોપ. અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણે આરોપ લગાવ્યો કે સોમવારના તે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રાવડ નજીક આવેલા એક રિસોર્ટમાં આવ્યો હતો. પોતે ગીરમાં હોવાનું સ્ટેટ્સ મૂક્યું હતું.... મંગળવારે સવારે ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેનો મિત્ર કિયા કારમાં સોમનાથ તરફ જતા હતાં. ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કારના ચાલકે કિયા કારને ટક્કર મારી. જેના કારણે કાર રોડ નીચે ઉતરી ગઈ. ત્યારબાદ બંને કારમાંથી 15થી વધુ લોકો નીચે ઉતર્યા અને ધોકા, પાઈપ સાથે મારામારી કરી અને કારમાં પણ તોડફોડ કરી. આટલું જ નહીં ધ્રુવરાજસિંહનો આરોપ છે કે દેવાયત ખવડ સહિતના શખ્સોએ મો પર બુકાની બાંધી હતી. જોકે બુકાની છૂટી જતા દેવાયત ખવડની ઓળખ થઈ ગઈ.. આટલું જ નહીં ખવડે રિવોલ્વર બતાવી અને કેસ કર્યો છે તો ભડાકે દઈ દઈશ તેવી ધમકી પણ આપી. 15-17 તોલાનો સોનાના ચેઈન અને 42-43 હજારની રોકડ રકમ લૂંટી લીધી. આ હુમલામાં પગ અને હાથના ભાગે ફ્રેકચર સહિતની ઈજા પહોંચ્યાનો પણ આરોપ લગાવ્યો. અને આ હુમલો ફેબ્રુઆરીમાં સનાથલમાં ડાયરા બાદ થયેલા વિવાદના કારણે થયાનો આરોપ લગાવ્યો. તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિત 15 લોકો વિરૂદ્ધ હત્યાના પ્રયાસ, બંદૂક બતાવી લૂંટ અને મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી..



















