GPSC Exam Calendar 2025 : GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. GPSCએ વિવિધ પોસ્ટના માટે ખાલી પડેલી કુલ અંદાજીત 1751 જગ્યાઓ માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.
આયોગે ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1, ગુજરાત મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, ક્લાસ-2 માટે 100 જગ્યા, નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર (Dyso)ક્લાસ-૩ માટે 160 જગ્યા, અને રાજ્ય વેરા નિરીક્ષક (STI) ક્લાસ-૩ માટે 323 જગ્યાઓ, ગુજરાત શિક્ષણ સેવા, ક્લાસ-2 (વહીવટી શાખા) માટે 300 આ સિવાય મેડીકલ અને ઈજનેરી સેવાની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે ભરતી કેલેન્ડરના નોટિફિકેશનમાં દર્શાવેલી જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ વખતો વખત જાહેર કરવામાં આવશે.



















