Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટી કાર્યવાહીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હોવાનું ખુલ્યું છે.
બે આરોપીઓની ધરપકડ:
- ATS દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ આ મુજબ છે:
- રશ્મિન રવિન્દ્ર પાલ (મહિલા): મૂળ ઉત્તર પ્રદેશની, હાલમાં દમણમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
- અજય કુમાર સિંહ (AK સિંહ): ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે. AK સિંહ અગાઉ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો.
સંવેદનશીલ માહિતીની આપ-લે:
તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સીધા પાકિસ્તાનના ISI એજન્ટોના સંપર્કમાં હતા, જોકે તેઓ એકબીજાના સંપર્કમાં નહોતા.
પૂર્વ સુબેદાર AK સિંહની ભૂમિકા:
AK સિંહ 2022માં દીમાપુર ખાતે નોકરી પર હતો ત્યારથી જ 'અંકિતા શર્મા' નામની વ્યક્તિના સંપર્કમાં હતો, જે તેની હેન્ડલર હતી. તેણે આર્મી રેજીમેન્ટ્સની માહિતી, બદલી અને અન્ય મહત્ત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટો સુધી પહોંચાડી હતી. તેના મોબાઈલમાં એક માલવેર (Malware) પણ મળી આવ્યો હતો, જેના દ્વારા તમામ માહિતી સીધી ISI સુધી પહોંચાડવામાં આવતી હતી. તે પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પણ પહોંચાડવામાં મદદ કરી રહ્યો હતો.




















