Gujarat Monsoon News: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને શું કરાઈ મોટી આગાહી?
Gujarat Monsoon News: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને શું કરાઈ મોટી આગાહી?
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે અને પ્રિમોન્સૂન એક્ટીવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ રાજ્યમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઇ નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 15 જૂનની આસપાસ વિધિવત મોનસૂનની એન્ટ્રી થશે.
મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે 15 જૂનની આસપાસ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત કરી છે. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે, હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં પર હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય. ઉલ્લેખનિય છે કે, પૂર્વાતર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે.



















