(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં પણ ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નવસારી, વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, મોરબી, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. 7 જૂલાઈ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.