Dahod Accident: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.
સામે આવેલી વિગતો અનુસાર લીમખેડાના પાલ્લી હાઇવે પર આ અકસ્માતની ઘટના બની છે. રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલર ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા છે. હલામાં ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. ઘટનાને લઈ હાઇવે ઓથોરિટી 108 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ છે.



















