Hanuman Jayanti Celebration 2025: સાળંગપુરમાં હનુમાન જયંતિનું મેગા સેલિબ્રેશન | Abp Asmita | 12-4-2025
Hanuman Jayanti Celebration 2025: સાળંગપુરમાં હનુમાન જયંતિનું મેગા સેલિબ્રેશન | Abp Asmita | 12-4-2025
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. નારાયણ કુંડથી સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી. યાત્રામાં ચાર હાથી પર ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા.કળશ યાત્રામાં 251 પુરુષ-મહિલા ભક્તોએ સાફા ધારણ કર્યા હતા. હજારો બહેનોએ દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું હતું. 108 બાળકોએ દાદાના વિજયી ધ્વજ લહેરાવ્યા હતા. આફ્રિકન સીદી ડાન્સ, ડી.જે., નાસિક ઢોલ અને બેન્ડવાજાએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંતોએ 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી દર્શનાર્થીઓનું સ્વાગત કર્યું હતું. અહીંયા 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્ત તો દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન છે.




















