શોધખોળ કરો

Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?

સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ. હવામાન વિભાગની આાગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો વરસાદ. જૂનાગઢના વંથલીમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદનું આગમન થયું. શાપુર સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા. અનાચકથી બદલાયેલા વાતાવરણે વંથલી પંથકમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.. વંથલી પંથકમાં પાછોતરો કેરીનો પાક હોય છે.. જેથી કેરી અને રાવણાના બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે.

ગાજવીજ, ભારે પવન સાથે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. મોડી રાત્રે ભારે પવન,વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો.  હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના જેવા વિસ્તારોમાં મોડી રાત્રે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો.. હિંતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા.. ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારમાં ભારે પવનને કારણે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ અને વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી. તો ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાયો હતો. અચાનકથી બદલાયેલા વાતાવરણને લીધે જિલ્લાના પાંચ તાલુકામાં અડધા થી પોણા ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મામાં પોણે ઈંચ, તો વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે વડાલીમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.

હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લામાં પણ વરસ્યો વરસાદ.. સોનગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. સોનગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ-રસ્તા ભીંજાયા.. તો વરસાદને લીધે શહેરીજનોને આકરી ગરમીમાંથી પણ રાહત મળી. 

દાહોદની સાથે ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી પંથકમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાય.. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો, એસટી બસના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો રોડ-રસ્તા નજીક ફુટપાથ પર ઉંઘતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. તો પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં પણ વાહનોના અડધા પૈંડા ડુબી જાય તેટલા પાણી ભરાયા. ફતેપુરા શહેર સહિત નાની ચરોલી, મોટી ચરોલી, વાંદરીયા પૂર્વ અને માઘવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો.. તો લીમખેડા તાલુકાના વટેડા ગામના ભાભોર ફળિયામાં ભારે પવનને લીધે મકાન ધરાશાયુ થયુ.. 

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget