Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
ભારતના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય મીડિયા જૂથોમાંનું એક ABP Network, આજે તેનું પાંચમું Ideas of India સમિટ શરૂ થયું છે. આ સમિટમાં આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહ્યાં હતા, આ દરમિયાન તેમને ગુજરાત, પૉલિટિક્સ અને સામાજિક પ્રશ્નોના જવાબો આપ્યા હતા. સમિટમાં હર્ષ સંઘવી સામે ગુજરાતમાં ડ્રગ્સ, પોલીસ કાર્યવાહી, ડિમૉલિશન અને મેરેજ એક્ટને લઇને ચર્ચા થઇ હતી. આ Ideas of India સમિટ 27 અને 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાઈ રહી છે. આ વર્ષની થીમ 'ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર' છે.
લગ્ન નોંધણી કાયદા હેઠળ, જો કોઈ છોકરો કે છોકરી લગ્ન યોગ્ય ઉંમરનો હોય, તો પણ તેઓ તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરી શકતા નથી. ગુજરાતમાં, લગ્ન નોંધણી માટે માતાપિતાની સંમતિ જરૂરી છે. આના પર હર્ષે કહ્યું, "લોકો અલગ અલગ નામોથી લગ્ન કરે છે અને છેતરપિંડી કરે છે. જો કોઈ સલીમ કે સુરેશ તરીકે લગ્ન કરે છે, તો હું તેમને બક્ષીશ નહીં."


















