(Source: ECI/ABP News/ABP Majha)
Jafrabad Attack: ભાજપ MLA હીરા સોલંકીના જમાઈ પર થયો જીવલેણ હુમલો
અમરેલીના જાફરાબાદમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો થયો છે. MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ હુમલાનો અને ગળામાં પહેરેલ ચેઈન લૂંટી ગયાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચેતન શિયાળના નાના ભાઈ સાથે આરોપીઓને બબાલ થઈ હતી.
બોટમાંથી મચ્છી ખાલી કરાવવા ગયા ત્યારે આરોપીઓએ ટ્રેકટર વચ્ચે રાખીને અપશબ્દો કહ્યાં છે. નાના ભાઈ અને પિતાએ ચેતન શિયાળને ફોન કરીને બોલાવ્યા હતા. પહેલાં સમજાવટ બાદ મામલો ઉગ્ર બનતા ચેતન શિયાળ પર જીવલેણ હુમલો કર્યો છે. ગળામાંથી રૂપિયા 80 હજારની ચેઈન લૂંટીને કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોટના ટંડેલ, ટ્રેક્ટર ચાલક, અન્ય બોટના ખલાસી સહિત 6 સામે ગુનો નોંધાયો છે.ચેતન શિયાળ હાલ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.