Junagadh Fake MLA | જૂનાગઢમાંથી ઝડપાયો નકલી ધારાસભ્ય, પોલીસ તપાસમાં શું થયો ખુલાસો?
Junagadh Fake MLA | જુનાગઢ રાજકોટ હાઇવે ઉપર આવેલ સાબલપુર ચોકડી પાસેથી નકલી એમ.એલ.એ.બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો હતો.. તાલુકા પોલીસે શંકાના દાયરાના આધારે કારમાં એમ.એલ.એ ની પ્લેટ જોઈ રાજેશ જાદવ નામના શખ્સની ગઈ કાલ રાતે ધરપકડ કરી હતી.. જેમની પાસેથી તાલુકા પોલીસે વીઝીટીંગ કાર્ડ પણ કબ્જે કર્યું હતું... જેમા તે પુરુષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું લખાણ હતું.. રાજેશ જાદવ મૂળ સીમાસી ગામનો રહેવાસી છે અને હાલ જુનાગઢના વાડલા ફાટક નજીકના વિસ્તારમાં રહે છે.. તેનો મૂળ વ્યવસાય ખેતી અને જમીનની લે વેચ હોવાનું જાણવા મળ્યું હતું.. સમગ્ર મામલે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પૂર્વે પણ આ શખ્સ વિરુદ્ધ ગોંડલ અને ધોરાજીમાં સમુહલગ્ન દરમિયાન છેતરપિંડી કરી હોવાની પોલીસમાં અરજી દાખલ કરાઈ હતી.... રાજેસ જાદવ વિરુદ્ધ કલમ 170 નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જ શખશે લીલી પરિક્રમા દરમિયાન પણ પુરુસોતમ સોલંકીના અંગત મદદનીશના વીઝીટીંગ કાર્ડ દ્વારા બાઈક પ્રવેશનો પ્રયાસ કર્યો હતો.. હાલ પોલીસ પુરુષોત્તમ સોલંકી પાસેથી આ મામલે ચોકસાઈ મેળવવાની ગતિવિધિ હાથ ધરી છે.. કે શું ખરેખર તેમને જૂનાગઢ જિલ્લાના અંગત મદદનિશ તરીકે નિમ્યો હતો કે નહી ? પરંતુ હાલ તો જૂનાગઢનો નકલી mla નો આ કિસ્સો સોરઠ સહીત ગુજરાતમા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે..