Gujarat Rains Forecast: રાજ્યમાં પશ્ચિમી હવા ભેજના કારણે હળવા વરસાદની આગાહી
જ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 15 જુન બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સાત દિવસ હળવો વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દિશાથી ભેજવાળા પવન ફુંકાતા રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આજે સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જ અમુક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.



















