PSI Transfer : પોલીસ બેડામાં મોટા ફેરબદલ, ગુજરાતના 118 PSIની થઈ બદલી
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીઓ કરવામાં આવી છે. 118 બિનહથિયારી PSIની બદલી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.
બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જે યાદી આ મુજબ છે.
પટેલ રીન્કુબેન રમણીકભાઈની ભાવનગરથી ઈન્ટે. બ્યુરો ગુ.રા. ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. પલાસ રાકેશ કુમાર દિપસિંહની સુરત શહેરમાંથી છોટા ઉદેપુરમાં બદલી કરવામાં આવી છે. ચાવડા ભરતસિંહ રમાભાઈની ડાંગ-આહવાથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ભંડેરી સુભદ્રાબેન કુલજીભાઈની જી.યુ.વી.એન.એલ વડોદરાથી સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.
ચૌધરી અશોકભાઈ પુરાભાઈની ભાવનગરથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. કુંભરવાડીા મોહિતકુમાર માણંદભાઈની પશ્ચિમ કચ્છ-ભુજથી જામનગરમાં બદલી કરવામાં આવી છે. રાઠોડ પુર્વિશાબેન કાંતિભાઈની સુરત શહેરમાંથી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. રાઠવા રાહુલ ચેતનભાઈની સુરત શહેરમાંથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. મોરી હર્ષિતાબેન રામસિંગભાઈની રાજકોટ શહેરમાંથી પશ્ચિમ કચ્છ ભુજ બદલી કરાઈ છે. જ્યારે મકવાણા પવન કુમાર કમલેશભાઈની ભાવનગરથી આણંદમાં બદલી કરવામાં આવી છે.



















