Mehsana News: યાત્રાધામ બહુચરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય, દર્શાનાર્થીઓને ભારે હાલાકી
યાત્રાધામ બહુચરાજીમાં ગંદકીના કારણે લોકો પરેશાન. મુખ્ય બજાર અને મંદિર આસપાસ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. દર્શનાર્થે આવતા યાત્રિકોને પણ હાલાકી. યાત્રાધામની સફાઈને લઈ પ્રશાસનની કામગીરી પર ઉઠ્યા સવાલ.
ઉત્તર ગુજરાતના યાત્રાધામ બહુચરાજીમાં જોવા મળ્યો સફાઈનો અભાવ. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જામ્યા છે ગંદકીના ઢગલા. મુખ્ય મંદિર આસપાસના વિસ્તારો અને મંદિરના પ્રવેશદ્વાર પાસે જ ગંદકીનું સામ્રાજ્ય છે. જરા જુઓ. કેવી રીતે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ આસપાસ કચરો ફેલાયેલો છે.. ગ્રામ પંચાયતમાંથી હવે નગરપાલિકાનો દરજ્જો મળ્યા છતા શહેરની સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.. ખુદ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે જ ગંદુ પાણી, કચરો અને સફાઈ નથી કરવામાં આવી. દિવાળીના તહેવારને લઈને મંદિર પરિસરમાં સુંદર મંડપ અને રોશની કરવામાં આવી છે.. ત્યારે આસપાસ ગંદકીના ઢગલાથી દર્શને આવતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે..




















