Sabar Dairy Protest: સાબર ડેરીમાં ઘર્ષણ મુદ્દે પોલીસ કાર્યવાહી, અત્યાર સુધીમાં 47 આરોપીઓની અટકાયત
હિંમતનગરમાં સાબર ડેરી સામે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસે શરૂ કરી કાર્યવાહી.. એ ડિવિઝન પોલીસે 74 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ અને 900થી એક હજારના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના હાલના ડિરેક્ટર જશુભાઈ પટેલ અને સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 47 આરોપીઓની ઓળખ કરીને અટકાયત કરી છે. જેમના હાલ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.. જ્યારે ઘર્ષણ સમયના વીડિયો અને અન્ય પૂરાવાઓને આધારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પશુપાલકોએ કરેલા પથ્થરમારામાં પોલીસના ચાર વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. સાથે જ પોલીસ અને પશુપાલકો સહિત છ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. સાબર ડેરીના મુખ્ય ગેટ અને કમ્પાઉન્ડ વોર પરની લોખંડની જાળીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.. બીજી તરફ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઘર્ષણ મુદ્દે સાબર ડેરીના ચેરમેન અને એમડી પાસે ખુલાસો માગ્યો છે



















