Mahisagar news: દોરા ધાગા કરી તકલીફો દૂર કરવાના બહાને 10 લાખ 90 હજારની છેતરપિંડી
દોરા ધાગા કરી તકલીફો દૂર કરવાના બહાને 10 લાખ 90 હજારની છેતરપિંડી કર્યાની મહિસાગર જિલ્લામાં નોંધાઈ ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં રહેતા સંજય પટેલે ફરિયાદી પ્રકાશભાઈ સાથે સોના ચાંદીના દાગીના પડાવ્યાનો આરોપ. બોટાદ જિલ્લાના એક મંદિરમાં આરોપી સંજય પટેલ અને પ્રકાશભાઈની મુલાકાત થઈ હતી. આરોપી સંજયે દોગાધાગા કરીને તકલીફો દૂર કરવાનો દાવો કરીને પોતાનો મોબાઈલ નંબર પણ પ્રકાશભાઈને આપ્યો હતો. બાદમાં આરોપી સંજય પટેલે દાહોદમાં જિલ્લામાં રહેતા પ્રકાશભાઈને ફોન કરીને તકલીફો દૂર કરવા માટે દાગીનાની માગ કરી હતી. ઢોંગી સંજયની વાતોમાં આવી ફરિયાદી પ્રકાશભાઈએ 10 લાખ 90 હજારની કિંમતના દાગીના આરોપીને આપ્યા હતા.. જો કે બાદમાં દાગીના પરત ન કરતા આખરે પ્રકાશભાઈએ દાહોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.. લુણાવાડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી..



















