Gujarat Farmers News: રાજ્યમાં આજથી 97 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે...આજે 97 કેંદ્રો પરથી તો આવતીકાલે રાજ્યના 300 કેંદ્રો પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે..ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ૪૮૦, અડદના ભાવમાં ૪૦૦ અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ૪૩૬ નો ભાવવધારો કરવામાં આવ્યો છે...મગફળી પ્રતિ કિવન્ટલ 7 હજાર 263ના ભાવે, મગ પ્રતિ ક્વિન્ટલ 8 હજાર 768ના ભાવે, અડદ પ્રતિ ક્વિન્ટલ 7 હજાર 800ના ભાવે જ્યારે સોયાબીન પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 328 ભાવે ખરીદાશે. ટેકાના ભાવની ખરીદીમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખરીદી કેન્દ્રો પર લગાવવામાં આવેલા CCTV કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ સીધું રાજ્યના કૃષિ વિભાગમાં કરવામાં આવશે. એટલે કે, સમગ્ર ખરીદી પ્રક્રિયા પર કૃષિ વિભાગની ચાંપતી નજર રહેશે. આ ઉપરાંત, ખરીદી કેન્દ્રો પરના વહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે ક્લાસ-1 અને ક્લાસ-2 કક્ષાના અધિકારીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.



















