Gujarat Rain Forecast: 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે: હવામાન વિભાગની આગાહી
અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ બાદથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તથા મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે.



















