Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
રાજ્યના 15 તાલુકામાં આજે ખાપકીયો વરસાદ વરસ્યો. વાપી તાલુકામાં સૌથી વધારે 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ઉમરગામ અને વઘઈ તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો. કપરાડા, વાંસદા અને ઉમરપાડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ઉચ્છલ, વ્યારા અને સોનગઢ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો. વરસાદી માહોલ વચ્ચે આજે રાજ્યના 15 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં વાપી તાલુકામાં સૌથી વધારે 1 ઇંચ વરસાદ વરસ્યો. તો, ઉમરગામ અને વઘઈ તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો. કપરાડા, વાંસદા, ઉમરપાડામાં અડધો ઇંચ વરસાદ, જ્યારે ઉચ્છલ, વ્યારા અને સોનગઢ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો. વલસાડમાં સવારથી વરસાદને લઈને ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગરબા આયોજકો ગ્રાઉન્ડમાંથી પાણી દૂર કરવાની મથામણ કરી રહ્યા છે. સતત વરસાદથી ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. ગ્રાઉન્ડ અને પાર્કિંગ સ્થળથી પાણીના નિકાલની વ્યવસ્થામાં આયોજકો લાગેલા છે. ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ રંગતાળી ગરબા આયોજનમાં વરસાદ વિઘ્ન બન્યો, જ્યારે રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગરબા મહોત્સવમાં પણ પાણી ભરાયા છે. જ્યાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં તમામ જગ્યાએ વલસાડમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે આયોજકો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. ગરબા આયોજકો ગ્રાઉન્ડમાંથી પાણી દૂર કરવાની મથામણ કરી રહ્યા છે. ગરબા ગ્રાઉન્ડ અને સાથે સાથે પાર્કિંગના વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. પાણીના નિકાલની વ્યવસ્થામાં આયોજકો લાગી ચૂક્યા છે.



















