Ambalal Patel Prediction: ગુજરાતમાં આંધી સાથે તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ હજુ શાંત થયો નથી, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં રાજ્ય પર એક મોટા હવામાન સંકટની આગાહી કરી છે. તેમના મતે, અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અને વિનાશક પવનો ફૂંકાઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી ૨૧ મે, ૨૦૨૫ થી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં ચક્રવાત (વાવાઝોડું) બનશે. ખાસ કરીને, મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે, જે વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. અંબાલાલ પટેલના મતે, દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. દરિયાઇ કાંઠે પવનની ગતિ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની શક્યતા છે.
















