શોધખોળ કરો

Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ

Gujarat Rain: દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના નવ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બે મજબૂત સિસ્ટમ સક્રિય, 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે:

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલું લો-પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ યથાવત છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે, જે આગામી 2 થી 3 દિવસમાં વધુ મજબૂત બની શકે છે. આ બંને સિસ્ટમ વચ્ચે શિયર ઝોન સર્જાવાના કારણે ગુજરાત પર ભારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. તેના પગલે સમગ્ર રાજ્યમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

જિલ્લાવાર એલર્ટની સ્થિતિ:

  • રેડ એલર્ટ (9 જિલ્લા): બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર.
  • ઓરેન્જ એલર્ટ (18 જિલ્લા): અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ.

સરદાર સરોવર નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: નર્મદા ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે. આજે સવારે 9:00 વાગ્યાની વિગત મુજબ:

  • હાલની જળસપાટી: 128.38 મીટર (મહત્તમ સપાટી: 138.68 મીટર)
  • જળસંગ્રહ (સ્ટોરેજ): 69.25% (6550.81 MCM)
  • પાણીની આવક: 263 ક્યૂસેક
  • કુલ જાવક: 2405 ક્યૂસેક (નદીમાં 620 ક્યૂસેક અને કેનાલમાં 1785 ક્યૂસેક)
  • છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો છે.

વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી, ઉદ્યોગકારો બરબાદ:

છેલ્લા બે દિવસમાં પડેલા વિક્રમજનક વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ભારે નુકસાન સામે આવ્યું છે. દમણગંગા નદીમાં તંત્ર દ્વારા 3 લાખ ક્યૂસેક પાણી છોડાતાં વાપી પાસે આવેલ રોયલ ઈન્ડસ્ટ્રીયલ હબમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. અહીં આવેલા 90 જેટલા સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના શેડમાં 10 ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં નાના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર નુકસાન સહન કરી રહેલા ઉદ્યોગકારો હવે સરકાર પાસે રાહત પેકેજની આશા રાખી રહ્યા છે.    

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

Embed widget