Antisocial elements Terror in Bhabhar: ભાભરમાં અસામાજિક તત્વોના આતંકથી જોરદાર આક્રોશ
બનાસકાંઠાના ભાભરમાં અસામાજિક તત્વોના આતંકથી જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુંડા તત્વોના આતંક સામે ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકસાથે વિરોધમાં ઉતર્યા અને રેલી યોજી. કોંગ્રેસ સાંસદ ગેનીબેન અને વાવના BJP MLA સ્વરુપજી ઠાકોર પણ રેલીમાં જોડાયા. ઠાકોર સમાજના આગેવાનો સાથે ગેનીબેન, સ્વરુપજી ઠાકોર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી.
બનાસકાંઠાના ભાભરમાં ભરબજારે ધીંગાણું. સૂઈગામ-ભાભર હાઈવે પર વાહનોની ઓવરટેક કરતાં પહેલાં તો બોલાચાલી થઈ. બાદમાં એક જૂથ બીજા જૂથ પર ધોકા લઈને તૂટી પડ્યુ. કુલ પાંચ લોકો થયા ઘાયલ. જેમાં બેની હાલત ગંભીર. ઘાયલોને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાયા. પોલીસે 9 લોકો રાયોટીંગનો ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ. હુમલાના વિરોધમાં ભાભરમાં ઠાકોર સમાજે કાઢી રેલી. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપ ધારાસભ્ય સ્વરુપજી ઠાકોર પણ જોડાયા...



















