Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય. થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. બંને સ્થળોને વિકસાવવા 25-25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હાલ આર્કિટેકની નિમણુક કરી આયોજન પૂર્વકનું આકર્ષક બાંધકામ ચાલી રહ્યું છે.
મહેસાણા જિલ્લાના થોળ અને અમદાવાદ જિલ્લાના નળ સરોવરના વિકાસના કામને લઈને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રવાસન સ્થળો થોળ અને નળ સરોવરને વિકસાવવા માટે ગ્રાન્ટ ફાળવાઈ છે અને આર્કિટેકની નિમણુક કરી આયોજન પૂર્વકનું આકર્ષક બાંધકામની કામગીરી શરૂ છે.
થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો રાજ્યના પ્રવાસન વિભાગે મહત્વનો નિર્ણય કર્યો. એબીપી અસ્મિતા સાથે વાત કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ માહિતી આપી કે બંન્ને સ્થળોને વિકસાવવા માટે 25-25 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.. એટલુ જ નહી, થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્યનો વધુ વિકાસ કરવા આર્કિટેકની નિમણુંક કરવામાં આવી છે. અને બંન્ને સ્થળોનું આયોજનપૂર્વક આકર્ષક બાંધકામ પણ ચાલી રહ્યુ છે.