Visavadar by Election: આયાતી ઉમેદવારને લઈ કોંગ્રેસના આરોપ પર ભાજપ ઉમેદવારનો પલટવાર
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારના મુદ્દાની એન્ટ્રી થઈ ગઈ છે.. ત્યારે કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારને આયાતી ઉમેદવાર ગણાવ્યા. સાથે જ કહ્યું કે વિસાવદરની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી. આમ આદમી પાર્ટી અને ભાજપ પાસે સ્થાનિક ઉમેદવાર જ નહોતો.
નીતિન રાણપરીયાના આયાજી ઉમેદવારના નિવેદન પર ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે પણ પલટવાર કર્યો.. વિસાવદરની જનતા સાથે પારિવારિક સંબંધ હોવાનો દાવો કરતા ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું કે વિસાવદર વિધાનસભા નો હું ખાતેદાર ખેડૂત છું.. વિસાવદરના આનંદપુર ગામમાં સાત બાર આઠમાં મારૂ નામ બોલે છે.. એટલુ જ નહીં. કિરીટ પટેલે એમ પણ જણાવ્યું કે વિસાવદરના 157 ગામના લોકોની મે હંમેશા ચિંતા કરી છે.. જૂનાગઢ, વિસાવદર, ભેસાણમાં મારે અવારનવાર જવાનું થાય છે.
તો આ તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ પણ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરી કિરીટ પટેલ આયાતી ઉમેદવાર હોવાનો દાવો કર્યો
















