Top Breaking Of Gujarat Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ.. સતત બીજા દિવસે ખાંભા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ.. ખાંભાની સાથે ડેડાણ, માલેકનેસ, રાણીગપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.
આ તરફ સતત ત્રીજા દિવસે સાવરકુંડલા પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. દિવસભરની અસહ્ય ગરી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા જળબંબાકાર થયા. જેસર રોડ અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. સરદાર પટેલ સોસાયટી, જેસર સ્ટેટ હાઈવે પર ગોઠણ સમા પાણી ભરાયા. તો મંગલમ સોસાયટીમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવતા રોષ વ્યક્ત કર્યો.. પાલિકાના સભ્ય ડિ.કે.પટેલે આરોપ લગાવતા કહ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે સરકારે 20 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.. સામાન્ય અને બજેટ સભામાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખ કોઈ જવાબ આપી શક્યા નથી. પાલિકાના વહીવટકર્તાઓની અણઆવડતને લીધે આ સમસ્યા ઉદભવતી હોવાનો ડી.કે.પટેલે આરોપ લગાવ્યો..
નવસારી શહેરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા.. ભારે પવન સાથે દુધિયા તળાવ, સ્ટેશન રોડ, ડેપો, વિજલપોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે વિજલપોર વિસ્તારમાં આવેલી અલકાપુરી, મારૂતિનગર, વનગંગા સોસાયટીના રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાયા..
યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પણ વરસ્યો વરસાદ. વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા. સારા વરસાદને લીધે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. .
સતત ત્રીજા દિવસે પશ્ચિમ કચ્છમાં જામ્યો વરસાદી માહોલ.. અબડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ભવાનીપર, લાલા, ભેદી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી..


















