Wild Boar Attack On Farmer : કોડીનારમાં ખેડૂત પર જંગલી ભૂંડે કરી દીધો હુમલો
Wild Boar Attack On Farmer : કોડીનારમાં ખેડૂત પર જંગલી ભૂંડે કરી દીધો હુમલો
કોડીનાર ના વેલણ ગામે ખેડૂત પર જંગલી ભૂંડનો હુમલો. ખેડૂત પર અનેક વખત ભૂંડ હુમલો કરતા ખેડૂત લોહી લુહાણ થયો. ખેડૂત ને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વહેલી સવાર ના ખેડૂત પર જંગલી ભૂંડે હુમલો કર્યો. ખેડૂતનું નામ બાલુભાઈ ભીમભાઇ સોલંકી છે.
પાંચ દિવસ પહેલા બનાસકાંઠાના પાલનપુરમાં છ વર્ષના મુક બધીર બાળક પર ભૂંડે હુમલો કરીને મોઢાના ભાગે બચકા ભર્યા હતા, જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. નગરસેવકે પાલનપુર શહેરને ભૂંડ ઉછેર કેન્દ્ર બનાવીને અમુક લોકો ભૂંડ છોડી જતા હોવાના આક્ષેપો કર્યા હતા. પાલનપુરમાં ગત મંગળવારના રોજ રખડતા ભૂંડ દ્વારા એક બાળક ઉપર હુમલો કરીને તેના મોઢાના ભાગે બચકા ભરવાની ઘટના સામે આવી છે. જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ બાળકને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.


















