Bombay High Court Recieves Bomb Threat: દિલ્લી બાદ બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બની ધમકી
દિલ્હી હાઈકોર્ટ પછી, શુક્રવારે (૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫) બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે બંને હાઈકોર્ટમાં ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ, પોલીસને હાઈકોર્ટ પરિસર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. આ મેઈલમાં લખ્યું હતું કે, 'પવિત્ર શુક્રવારના વિસ્ફોટો માટે પાકિસ્તાન-તમિલનાડુની મિલીભગત, જજ રૂમમાં ત્રણ બોમ્બ રાખવામાં આવ્યા છે, બપોરે ૨ વાગ્યા સુધીમાં ખાલી કરો.'
આ ધમકી બાદ, ઉતાવળમાં પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને ન્યાયાધીશો તેમજ વકીલોએ પણ પરિસર છોડી દીધુ હતું. સુરક્ષા પ્રોટોકોલનો અમલ કરીને પોલીસે તમામ ન્યાયાધીશોને ચેમ્બરમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ અને અન્ય લોકોને પણ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, દિલ્હી પોલીસે ધમકીભર્યા મેઈલને હોક્સ મેલ ગણાવ્યો છે. નવી દિલ્હીના ડીસીપીએ કહ્યું કે આ એક હોક્સ કોલ છે.




















