Arvind Kejriwal: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે તિહાડ જેલમાં કરશે સરન્ડર
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોર્ટમાંથી મળેલા શરતી જામીનની મુદ્દત પૂર્ણ થતા કેજરીવાલ માટે આજે સરેન્ડર કરવું જરુરી છે.. તિહાડ જેલમાં સરેન્ડર કરવા કેજરીવાલ પોતાના નિવાસસ્થાનથી નિકળી ચૂક્યા છે... સૌપ્રથમ કેજરીવાલ રાજઘાટ પહોંટી રહ્યા છે.. જ્યાં બાપુની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ પાઠવી કેજરીવાલ કનોટ પેલેસ જવા રવાના થશે... કનોટ પેલેસ સ્થિત હનુમાન મંદિરમાં દર્શન બાદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચશે... જ્યાં આપના કાર્યકરોને સંબોધન કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા રવિવારે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંથી તેઓ દર્શન કરવા હનુમાન મંદિર પણ ગયા હતા.
આ પહેલા તેમણે કહ્યું, 'હું જેલમાં તમારા બધાની ચિંતા કરીશ. જો તમે ખુશ છો તો તમારા કેજરીવાલ પણ ખુશ થશે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની વચગાળાની જામીનની મુદત શનિવારે (1 જૂન) સમાપ્ત થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે તેમને 10 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા.