ED summons Yuvraj Singh: ગેરકાયદે બેટિંગ એપ કેસમાં પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહને EDનું સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને 23 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. આ જ કેસમાં ED એ ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાને 22 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. સમાચાર એજન્સીએ મંગળવાર, 16 સપ્ટેમ્બરના રોજ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી.
ED એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને 23 સપ્ટેમ્બરે દિલ્હી મુખ્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. અભિનેતા સોનુ સૂદને 24 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ક્રિકેટર રોબિન ઉથપ્પાને પણ 22 સપ્ટેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.
આ કેસમાં ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ કરવામાં આવી છે. બંગાળી અભિનેતા અંકુશ હાજરા ED ઓફિસ પહોંચ્યા અને એજન્સીએ ભૂતપૂર્વ TMC સાંસદ મીમી ચક્રવર્તીની પણ પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ હજુ સુધી ED ને સ્પષ્ટતા કરી નથી કે તે પૂછપરછમાં જોડાશે કે નહીં. એજન્સી હાલમાં તેમના વલણની રાહ જોઈ રહી છે.





















