Himachal Pradesh news: હિમાચલ પ્રદેશમાં પૂરનો કહેર, અરની યુનિવર્સિટીમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને કરાયા રેસ્ક્યૂ
હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલા પૌંગ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે હાલત કફોડી બની છે. અરની યુનિવર્સિટીના કેમ્પસમાં પાણી ઘુસ્યા હતા. રાહત અને બચાવ ટીમોની મદદથી 400થી વધુ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશમાંપણ આકાશી આફત છે યથાવત. આ દ્રશ્યો છે કાંગડા જિલ્લાના પૌંગ ડેમમાંથી છોડાયેલા પાણીથી સ્થિતિ બગડી છે. મોડી રાત્રે અરની યુનિવર્સિટી પૂરના પાણીની ઝપેટમાં આવી ગઈ. ચારે તરફ પાણી જ પાણી હોવાથી કેમ્પસની અંદર અનેક વિદ્યાર્થીઓ ફસાયા. સ્થિતિની ગંભીરતાને જોઈ તુરંત NDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત્રે કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું. અને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 400થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા.





















