Gonda Canal Tragedy: યૂપીના ગોંડામાં મોટી દુર્ઘટના, ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકી, 11 લોકોના મોત
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક બોલેરો અનિયંત્રિત થઈને સરયૂ નહેરમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં કુલ 11 લોકોના કરૂણ મૃત્યુ થયા છે, જેમાં એક જ પરિવારના 9 સભ્યોનો સમાવેશ થાય છે. વાહનમાં સવાર 16 લોકો પૈકી 4 લોકો બચી ગયા છે અને એક 10 વર્ષની બાળકી હજુ પણ ગુમ છે, જેને શોધવા માટે SDRF ની ટીમ કાર્યરત છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. વાહનમાંથી ચમત્કારિક રીતે બચી ગયેલા 4 લોકો પૈકી એક 10 વર્ષની બાળકી ગુમ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
દુર્ઘટનાનું કારણ
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ગાડીની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક હતી. ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવતા તે સીધી નહેરમાં ખાબકી. ભારે વરસાદના કારણે નહેરમાં પાણીનું સ્તર ઊંચું હતું, જેથી ગાડી પડતાની સાથે જ ઝડપથી ડૂબી ગઈ. ગાડીના દરવાજા અંદરથી બંધ થઈ ગયા, જેના કારણે અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહીં. તેઓ લાંબા સમય સુધી વાહનની અંદર ફસાયેલા રહ્યા અને ગૂંગળામણથી તેમનું મૃત્યુ થયું.
અકસ્માતની આ ઘટનામાં ગાડીનો ડ્રાઈવર, આગળની સીટ પર બેઠેલા બે લોકો અને એક 10 વર્ષની છોકરી બહાર કૂદી શક્યા અને બચી ગયા.





















