India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં
વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઇ લીધો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવરોના ફોર્મેટ ICC ટૂર્નામેન્ટની ટાઇટલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા રમતા 264 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 11 બોલ બાકી રહેતા 4 વિકેટે મેળવી લીધો હતો. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો હતો, જે મધ્ય ઓવરોમાં ટકી રહ્યો અને 84 રનની ઇનિંગ રમી.



















