J&K Terror Attack:પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓના મોત, જુઓ આ વીડિયોમાં
J&K Terror Attack:પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓના મોત, જુઓ આ વીડિયોમાં
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ 26 લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. આ ગુજરાતી મૃતકોમાં સુરતના એક અને ભાવનગરના પિતા-પુત્ર એટલે બે લોકોના જીવ ગયા છે. આ સાથે આ આતંકી હુમલામાં કુલ 17 લોકો ઈજાગ્રસ્ત છે. જેમાં ગુજરાતના બે લોકો સામેલ છે. આ તમામની હાલ સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, પીએમ મોદી પોતાનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પહોંચી ગયા છે. પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પહોંચ્યા છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા) સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું છે, તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી છે. જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.
















