Kedarnath Helicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 7 લોકોના મોત | Abp Asmita
Kedarnath Helicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 7 લોકોના મોત | Abp Asmita
ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલું આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ગૌરીકુંડ-સોનપ્રયાગના જંગલોમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, રવિવારે સવારે કેદારનાથ નજીક ગૌરીકુંડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આમાં પાઇલટ સહિત 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ગૌરીકુંડથી કેદારનાથ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈને ગૌરીકુંડના જંગલોમાં પડી ગયું. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગૌરીકુંડથી પણ બચાવ ટીમ મોકલવામાં આવી રહી છે. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે.





















