શોધખોળ કરો

Ruckus erupts in Lok Sabha : ડોકલામ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી સંસદમાં ભારે હોબાળો

 આજે સંસદના ચાલુ બજેટ સત્રનો ચોથો દિવસ છે. બજેટ સત્ર 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણથી શરૂ થયું હતું. બીજા દિવસે નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ત્રીજા દિવસે 1 ફેબ્રુઆરીએ, નાણામંત્રીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે. રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ ડોકલામ પર પૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરી બોલાવાનું શરુ કર્યું. તેને લઈ રાજનાથ સિંહ ઉભા થઈ ગયા અને લોકસભામાં જોરદાર હંગામો થયો. સ્પીકરે રાહુલ ગાંધીને ઓથેંટિંકેટ કરવાનું કહ્યું હતું.  રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ડોકલામમાં ચાર ચીની ટેન્ક ભારતીય ક્ષેત્રમાં લગભગ 100 મીટર ઘૂસી ગયા હતા.

રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે, જેના પર લોકસભામાં હંગામો થયો. રાજનાથ સિંહે કહ્યું કે જે પુસ્તક પ્રકાશિત નથી થઈ તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવી રહ્યો છે. રાજનાથ સિંહે કહ્યું, રાહુલ ગાંધી સદનને ગુમરાહ ન કરે. 

રાહુલ ગાંધીએ ડોકલામ અને ચીની ઘૂસણખોરી પર પોતાનું નિવેદન શરૂ કરતાં જ રાજનાથ સિંહે તથ્યોની સત્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર પુસ્તકના પ્રકાશનને અટકાવી રહી છે. 

રાહુલે કહ્યું, "મને બોલવાનો સમય આપવા બદલ આભાર. યુવા સાથીએ કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે. હું તેની ચર્ચા નહીં કરું. પણ હું કંઈક વાંચીને શરૂઆત કરીશ. આ આર્મી ચીફ નરવણેના સંસ્મરણો છે. તમે બધા, હું જે વાંચી રહ્યો છું તે ધ્યાનથી સાંભળો  તેનાથી ખબર પડશે કે કોણ દેશભક્ત છે અને કોણ નથી." આ પછી, હોબાળો શરૂ થયો.

બાદમાં રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને કોટ કરવાની વાત કહી, તેના પર પણ  ટ્રેઝરી બેન્ચ દ્વારા હંગામો થયો. રક્ષા મંત્રીએ  વાંધો ઉઠાવતા કહ્યું કે તેમને આમ કરવાની મંજૂરી ન આપવી જોઈએ. અખિલેશ યાદવે ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા કહ્યું કે જો કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય તો વિપક્ષી નેતાએ તે વાંચવું જોઈએ.

સમાચાર વિડિઓઝ

Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Embed widget