Rajasthan election 2023 | રાજસ્થાનમાં મતદાનને લઈ ભાજપ નેતા નીતિન પટેલનું મોટું નિવેદન
Rajasthan election 2023 | રાજસ્થાનના સહપ્રભારી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો.નીતિન પટેલે યુવાનો અને મહિલાઓ ગેહલોત સરકારથી નારાજ હોવાનું નિવેદન કર્યું.17 વખત સરકારી ભરતી પરીક્ષા રદ્દ કરી સરકારે યુવાઓના ભવિષ્ય ને ધૂંધળું બનાવી દેવાનું પણ નીતિન પટેલે નિવેદન આપ્યું.તેની સાથે મહિલાઓ ઉપર થતા અત્યાચારના કારણે નારાજગી વધતી જાય છે તો આ તરફ ધર્મપ્રેમી લોકોમાં પણ કોંગ્રેસ પ્રત્યે ભારે નારાજગી હોવાનું નિવેદન નીતિન પટેલે આપ્યુ..પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓ ઉપરથી આગામી વર્ષે યોજાનારી 2024 ની લોકસભા ચૂંટણીનો મિજાજ જાણી શકવાનો સ્વીકાર સહપ્રભારી નીતિન પટેલે કર્યો.





















