શોધખોળ કરો
દ્વારકા-જામનગર નેશનલ હાઈવે માર્ગ લાંબા સમય થી બિસ્માર, વાહન ચાલકો પરેશાન
દ્વારકા જામનગર નેશનલ હાઇવે માર્ગ જ્યા એસટી ડેપો નજીક છેલ્લા બે માસ થી માત્ર પેચ વર્ક કરી કામ અડધું મૂકી દેવામાં આવ્યું છે જેને કારણે વાહન ચાલકો રાહદારીઓ અને દરરોજ વધુ આવક જાવક કરતા એસ ટી વિભાગ ને મુશ્કેલી અનુભવવી પડે છે.હાલ જ દિવાળી વેકેશન માં લાખો પ્રવાસીઓ દ્વારકા ની મુલાકાત લઈ ગયા છે ત્યારે આવા બતતર રસ્તાઓ થી દ્વારકા ની ખુશ્બૂ હવા માં ઊડી ગઈ છે.આ બાબતે એબીપી અસ્મિતા દ્વારા રસ્તા અને માર્ગ મકાન વિભાગ નો સંપર્ક કરતા તેઓ એક બીજા પર જવાબદારી ધોળી હતી અને કામ કોઈ એજન્સી ને સોંપાયું હોય કેમ બંધ છે તે અંગે પણ તંત્ર બે ખબર રહ્યું છે.આ બાબતે દ્વારકા ના પ્રાંત અધિકારી એ આ બાબતે વહેલી તકે લગત અધિકારી ને કહું કામ કરાવી આપવા ખાતરી આપી છે.હાલ દ્વારકા આવતા જતા તમામ વાહન ચાલકો અને રાહદારીઓ ધૂળ ની ડમરીઓ વચ્ચે થી પસાર થઈ રહ્યા છે જે આરોગ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ સકે છે. ત્યારે વાહન ચાલકો એ ટોલ નાકું અંગે પણ ફરિયાદો કરી હતી.કે અનેક રસ્તાઓ ખરાબ હોય ટોલ ગેટ વશુલી સરું કરી દેવાય છે.
આગળ જુઓ





















